નાયિકાદેવી - ભાગ 23

  • 1.1k
  • 1
  • 652

૨૩ નગરી કે પિતા? ચાંપલદેએ આડુંઅવળું કે આગળપાછળ જોયું ન હતું. એના મનમાં એક વાત ચોક્કસ હતી: કવિ બિલ્હણનો કોઈ સંદેશો એની પાસે આવી ગયો હતો. એ સંદેશો શો છે, એ જાણવાની હવે એને ચટપટી થઇ પડી.  જ્યારે બધા વિદાય થઇ ગયા ત્યારે પોતાના સપ્તભૂમિપ્રાસાદના છેલ્લામાં છેલ્લા માળે એ પહોંચી. ત્યાં જઈને એ થોડી વાર ઊભી રહી. એની દ્રષ્ટિ ચારે તરફ ફરી વળી. ત્યાંથી આખી પાટણનગરી દેખાતી હતી. સેંકડો અને હજારો મહાલયો-સોનેરી દંડમાં ભરાવેલી એમના ઉપર ફરફરતી ધજાપતાકાને લીધે જાણે આકાશને જોવા માટે નીકળી પડેલાં સોનેરી હંસ હોય તેવા દેખાતાં હતાં. સેંકડો મહાલયો પર સોનેરી કુંભ શોભી રહ્યા હતા. આરસનાં