નાયિકાદેવી - ભાગ 22

૨૨ જેમાં કવિઓ થોડી વાર રાજપ્રકરણ ભૂલી જાય છે! બિલ્હણને કાવ્યવિનોદ માટે આભડ શ્રેષ્ઠીને ત્યાં લઇ જવાનો ભાર વિશ્વંભર ઉપર હતો. એમાં મહારાણીબાનો હેતુ હતો. પ્રહલાદનદેવે જૈનોને દૂભવ્યા હતા. આંહીં લોકમાં એ બહુ હરેફરે એ અત્યારે ઠીક ન હતું. એટલે આભડ શ્રેષ્ઠીને ત્યાં કાવ્યમૃતનો સ્વાદ લેવા કવિજનોને માટે મળવાનું નક્કી થયું. શ્રેષ્ઠીએ એ સમયને અનુરૂપ મંડપ તરત બે ઘડીમાં રચાવી કાઢ્યો, એને શણગારી દીધો. પુષ્પમાલાઓની હદબેહદની સુગંધથી આખા મંડપને સુવાસિત બનાવી દીધો!  વિશ્વંભર ત્યાં બિલ્હણને લઈને આવ્યો ત્યારે એના મનમાં અનેક ગડભાંજ ચાલી રહી હતી. જેની પડખે એ બેઠો હતો તે બિલ્હણ કવિ તો હતો જ, છતાં આંહીં એ રાજપ્રકરણ