નાયિકાદેવી - ભાગ 18

  • 1.4k
  • 1
  • 974

૧૮ નાયિકાદેવીએ શું જોયું? કુલચંદ્રે પાટણની કિલ્લાની એક બુરજ પર હુમલો કર્યો હતો અને તે બુરજ સૈકા પહેલાં ભાંગી હતી. પણ ત્યારથી લોકજીભે એ ભાંગેલી બુરજ ગણાઈ ગઈ હતી. હવે તો ત્યાં સુરક્ષિત કોટકિલ્લો ને ચોકીપહેરો હતાં. પણ તેનું નામ એનું એ રહી ગયું હતું! એ ભાંગેલી બુરજ જ કહેવાતી. આ ભાંગેલી બુરજ પાસે મહારાણીબા આવી પહોંચ્યાં. કુમારદેવને થોડા વખત પહેલાં જ પોતે વિદાય આપી આવ્યાં હતાં. વિંધ્યવર્માને સૂતો પકડવાની વાત હતી. વિંધ્યવર્માનું બળ તૂટે, તો પછી વિજ્જલને નર્મદાના તટપ્રદેશમાંથી ફેરવી નાખી, એની યોજના ધૂળ મેળવવાની હતી.  પણ વિંધ્યવર્માને સમાચાર મળી ગયા હોય કે એ જાગ્રત હોય, અથવા લડાઈ ધાર્યા