નાયિકાદેવી - ભાગ 14

  • 1.3k
  • 940

૧૪ રાજમહાલય તરફ જતાં કવિ બિલ્હણ જેનો સંધિવિગ્રહિક હતો તે વિંધ્યવર્મા વિશે ઇતિહાસે નોંધ રાખી છે. એ વિંધ્યવર્માએ સુભટ્ટવર્મા એ જ ગુજરાતને રોળી નાખવા માટે સવારી કરી હતી. એ ભીમદેવના વખતમાં જ. વિંધ્યવર્મા યશોવર્માંનો પૌત્ર થાય. મહારાજ સિદ્ધરાજ-કુમારપાલના વખતથી જ માલવાનું સ્વતંત્ર રાજ્ય અસ્ત થયું હતું. પણ યશોવર્માંના બંને રાજકુમારો અજયવર્મા અને લક્ષ્મીવર્મા મહાકુમારનો અધિકાર રાખીને થોડો વખત ટકી રહ્યા. પણ અજયવર્મા ઘણો નબળો હતો. કર્ણાટકવાળાએ એને મારી નાખ્યો. એ બલ્લાલ જ હશે. કર્ણાટકના બલ્લાલને હણીને કુમારપાલે માલવા ફરીથી સ્વાધીન કરી લીધું. એ વખતે વિંધ્યવર્મા હતો. એ અજયવર્માનો પુત્ર. અભ્યુદયનું એ સ્વપ્ન સેવતો. એટલે ઉદયાદિત્યની પેઠે એને માલવા સરજવું હતું.