નાયિકાદેવી - ભાગ 11

  • 717
  • 470

૧૧ પાટણનો સેનાપતિ આમ્રભટ્ટને સ્થાને કુમારદેવ આવ્યો છે. એની જાણ ધારાવર્ષદેવને ચંદ્રાવતીમાં જ થઇ હતી.  એણે પહેલવહેલો કુમારદેવને મેવાડના રણમેદાનમાં જોયો હતો. ત્યારે જ એને લાગ્યું હતું કે એ અણનમ જોદ્ધો હતો. એના કરતાં વધારે કુશળ સેનાપતિ હતો. રણમાં મરવા પડેલાને જિવાડવાની શક્તિ એના હાથમાં હતી. ચરક સુશ્રુતનો વારસો, એ એની પરંપરાગત એક સિદ્ધિ હતી. એ સિદ્ધિએ એને ખૂબ જાણીતો કર્યો હતો. મરવા પડેલો સૈનિક પણ એને જોતાં આશા ભરેલા હ્રદયે નાચી ઊઠતો. એના પ્રત્યે તમામ સૈનિકોને અગાધ પ્રેમ હતો. મહારાજને એના તરફ માન હતું. રણસુભટ મંડળેશ્વર માંડલિકોને એના માટે આદર અને ભય હતો.  અત્યારે એ આંહીં સેનાપતિપદે હતો, એ