નાયિકાદેવી - ભાગ 9

(11)
  • 1.8k
  • 1.4k

૯ પાટણની રાજરાણી ધારાવર્ષદેવ અને ચાંપલદે રાજભવનમાં આવી પહોંચ્યા. ત્યાંની નિ:સ્તબ્ધતા ભેદી નાખે તેવી હતી. ભારે શોક ઠેકાણે-ઠેકાણે પથરાયેલો જણાતો હતો. દરેક-દરેક વસ્તુમાં, ક્રિયામાં, દેખાવમાં ઠેર-ઠેર પ્રતિહારો ને દ્વારપાલો દેખાતા હતા. પણ એમનાં મોં શોકથી પડી ગયાં હતાં. મહારાણીબાના મુખ્ય ખંડ પાસે આવીને બંને અટકી ગયાં. દ્વાર ઉપર, બંને બાજુથી, સ્ત્રીસૈનિકોએ એક હાથ ઊંચો કરીને એમને રોકાઈ જવાની મૂંગી આજ્ઞા આપી દીધી. ચાંપલદે સ્ત્રીસૈનિકો પાસે સરી: ‘શોભનને મહારાણીબાએ બોલાવેલ છે તે આવ્યો છે. ચંદ્રાવતીથી પરમારરાજ આવ્યા છે.’ તેણે બહુ જ ધીમેથી કહ્યું. થોડી વારમાં જ અંદર ગયેલી દ્વારપાલિકા પાછી આવતી જણાઈ.  ચાંપલદે અને ધારાવર્ષદેવ ખંડમાં પેઠાં. શોભન ધીમે-ધીમે એમની પાછળ