નાયિકાદેવી - ભાગ 7

(11)
  • 2.1k
  • 1
  • 1.5k

૭ ચાંપલદે કેલ્હણજી ગયો કે તરત આભડ શ્રેષ્ઠીએ પુત્રી તરફ જોયું: ‘ચાંપલદે! જઈ આવ્યો. એક મહારાણીબાનું મન વજ્જર જેવું મક્કમ છે. બાકી બધાં ખળભળી ઊઠ્યાં છે, જેને જેમ ઠીક પડે તેમ બોલે છે. કુમારદેવે રાજભવન ફરતું સૈન્ય ગોઠવી દીધું છે, કોઈને પ્રવેશ મળતો નથી! કોઈ બહાર આવી શકતું નથી, પણ રાજભવનની બહાર માણસ માતું નથી! સમદર ખળભળ્યો છે. કાં તો કેલ્હણજી હમણાં પાછા આવશે! પાછા આવે તો-તો સારું. કુમાર ભીમદેવને ક્યાંક વધુ ઉશ્કેરી મૂકે નહિ, મને એ બીક છે!’ ‘કુમાર ભીમદેવનું શું છે?’ ચાંપલદેએ કહ્યું. ‘અત્યારે એણે તો રુદ્રરૂપ ધાર્યું છે. કહે છે, મહારાજની સ્મશાનયાત્રા પછી નીકળે, પહેલાં રાજહત્યારો હાજર