નાયિકાદેવી - ભાગ 6

  • 2k
  • 2
  • 1.5k

૬ આભડ શ્રેષ્ઠીની વાતો આભડ શ્રેષ્ઠી શી વાત કરે છે, એ સાંભળવા સૌ અધીરા થઇ ગયા હતા. શ્રેષ્ઠીએ જરા સ્વસ્થતા મેળવી તકિયાને અઢેલીને એનો આધાર લીધો. શોકઘેરા મંદ અવાજે કહ્યું, ‘પ્રભુ! મહારાજ અજયપાલની રાતમાં હત્યા થઇ ગઈ છે! આભ તૂટી પડ્યું છે.’ ‘અરરર! હત્યા થઇ ગઈ છે? મહારાજની? પણ કરનારો કોણ? કોણે હત્યા કરી?’ કેલ્હણજીનો અવાજ ફાટી ગયો હતો. ‘કોનું મોત ભમે છે?’ ‘કહે છે વિજ્જ્લદેવે!’ ‘હેં? વિજ્જ્લદેવે? પેલું નર્મદાકાંઠાનું ભોડકું? હાં! ત્યારે જ એ ભાગ્યું’તું ધારાવર્ષદેવજી! તમે આંહીં રહો, હું ખંખેરી મૂકું છું જાંગલી ઉપર! આજ સાંજ પહેલાં એને પાટણમાં લટકાવી દઉં! ભોડકું ઘા મારી જાશે, તો-તો થઇ રહ્યું