નાયિકાદેવી - ભાગ 4

  • 2.2k
  • 3
  • 1.6k

૪ શું થયું હતું? પણ જેમ-જેમ તેઓ આગળ વધતા ગયા, તેમ-તેમ માનવમહેરામણનો ખળભળાટ પણ વધતો ગયો. ઠેરઠેરથી હથિયારબંધ માણસો હજી એ તરફ આવી રહ્યાં હતાં. આગળ વધવું કે અટકી જવું તેનો તાત્કાલિક નિર્ણય કરવો મુશ્કેલ હતો.  રસ્તામાં કોઈક પણ અગત્યનો જાણીતો માણસ દેખાય, તો એને પૂછીને પછી નિર્ણય લેવાય એવું હતું. એ બધા આગળ ચાલ્યા પણ એમણે ગતિ એકદમ ધીમી કરી નાખી, કારણ કે એક તો હજી આ અવાજ શાનો હતો તે સ્પષ્ટ થતું હતું ન હતું. તેમની પોતાની અચાનક હાજરી લાભદાયી નીવડે કે નુકસાન કરી બેસે, એ જાણવાનું પણ કાંઈ સાધન ન હતું. એક માણસ દોડ્યો જતો હતો. તેને