નાયિકાદેવી - ભાગ 2

(18)
  • 3.2k
  • 2
  • 2.7k

૨ કોણ હતું? પ્રહલાદનદેવને કાંઈ ખબર ન હતી કે એના મોટા ભાઈ શા માટે આમ વીજળીવેગે પેલાં સવારની પાછળ પડ્યા હતા. એણે તો એક કરતાં બે ભલા એ ન્યાયે જ મોટા ભાઈની પાછળ ઘોડો મારી મૂક્યો હતો. બોલવાનો સમય ન હતો. આંધળી દોટ જ કામ આવે તેમ હતી. આગળ ભાગનારનો ઘોડો વધુ પાણીવાળો જણાયો. જે અંતર હતું એમાં એક દોરવાનો ફેર પણ એણે પડવા દીધો નહિ. રાત અંધારી હતી. રસ્તો અજાણ્યો હતો. આડેધડ દોડ થઇ રહી હતી. ઝાડઝાંખરાંને સંભાળવાના હતાં. જો કોઈ વોકળું વચ્ચે નીકળી પડે તો ઘોડાનું ને જાતનું બંનેનું જોખમ હતું. પણ અત્યારે એવો કોઈ હિસાબ આ સવારોના