નાયિકાદેવી - ભાગ 1

(12)
  • 3.5k
  • 3
  • 2.2k

લેખક: ધૂમકેતુ   ૧ બે ભાઈઓ પાટણ નગરીના કોટકાંગરા ઉપરથી મધરાતની ઘટિકાનો ડંકો પડ્યો, અને તરત જ સર્વસલામતીની ઘોષણાના હોકારા, ઠેરઠેરથી ચોકીદારોએ આપ્યા.  થોડી વારમાં આ હોકારા શમી ગયા, રાત્રિ પછી હતી તેવી નીરવ થઇ ગઈ. હવેથી નીરવતા મુકાબલે વધારે ગંભીર અને ગૂઢ જણાતી હતી. ક્યાંયથી કોઈ અવાજ આવતો ન હતો. દૂર-દૂર સરસ્વતી નદીને કાંઠે, કોઈક ઠેકાણે છુપાયેલું એક ઘુવડ માત્ર ‘ઘૂ ઘૂ ઘૂ’ કરીને હવામાં એના કર્કશ અકલ્યાણકર અવાજથી ભય અને શંકા ફેલાવી રહ્યું હતું. એ અવાજ શમી જતો ત્યારે રાત્રિમાં કેવળ નિ:સ્તબ્ધતાનું રાજ જણાતું હતું.  એવે સમયે પાટણને પૂર્વદરવાજે આવીને કોઈક બે ઘોડેસવાર મુસાફર વિચાર કરતાં અટકી ગયા