તલાશ 3 - ભાગ 4

(17)
  • 2k
  • 1.3k

 ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.   એન્ટવર્પ - 500થીય વધુ વર્ષોથી ધમધમતું આ યુરોપનું બેલ્જિયમમાં આવેલું બંદરગાહ શહેર. એક જમાનામાં દુનિયાનું સાકર માટેનું અને ત્યારબાદ ગારમેન્ટ માટેનું મુખ્ય મથક ગણાતું એન્ટવર્પ, હાલમાં હીરા ની લે વેચ માટેનું દુનિયામાં મુખ્ય મથક છે. છેક 18 મી સદીથી જામી પડેલા યહૂદીઓ. અને છેલ્લા 50-60 વર્ષથી હીરાના વેપાર માટે વસી ગયેલા ગુજરાતીઓએ આ શહેરને ધમધમતું રાખ્યું છે. પુરી દુનિયાનો હીરાનો વેપાર અહીં આ 80 કિલોમીટરના શહેરમાંથી નિયંત્રિત થાય છે. આથી દુનિયા ભરમાં સિક્યુરિટી પ્રોવાઈડ કરતી કંપનીઓ અહીં પોતાના સેન્ટરો બનાવ્યા છે એટલેજ 'નાસા'ની પોતાની ઓફિસ અહીં