ભીતરમન - 9

  • 1.8k
  • 2
  • 1.3k

મારી અને ઝુમરી વચ્ચે બધી મનની વાત ખુલી રહી હતી. એ પણ એમ વર્તવા લાગી હતી જેમ કે, ઘણા વર્ષોની અમારી ઓળખ હોય! અગિયારસના એ ન આવી એનું કારણ એટલું સહજ રીતે એણે જણાવ્યું કે, મને ઘડીક એક છાતી સરસું તીર ભોંકાયું હોય એવું દુઃખ લાગ્યું! મેં મારી અધીરાઈ ન જળવાતા પૂછી જ લીધું તો તું આજ કેમ આવી?"તારી જેમ મારા બાપુએ પણ મારા ઘોડિયા લગ્ન નક્કી કરી લીધા છે. બે મહિના પછી મારા લગ્ન પણ છે. મને અહીં મામીએ પાનેતરની પસંદગી કરવા અને રોકાવા એટલે જ બોલાવી હતી.""આ તું શું કહે છે ઝુમરી?" ઝુમરીની અધૂરી વાતે જ હું બોલી