અ - પૂર્ણતા - ભાગ 38

  • 2k
  • 1
  • 1.2k

મિશા બધાને નાસ્તા હાઉસમાં જ છોડીને ઘરે જવા નીકળી ગઈ. જ્યારથી તેને ખબર પડી હતી કે વિકી રેનાને પ્રેમ કરે છે ત્યારથી એ બને ત્યાં સુધી વિકી સામે આવવાનું ટાળતી અને રેના માટે એને ગુસ્સો હતો કે કેમ એને જ વિકી પ્રેમ કરે છે પોતાને કેમ નહિ એટલે એ રેના સાથે પણ કામ પૂરતું જ બોલતી.          મિશા કાર લઈને ઘરે પહોંચી અને ફટાફટ પોતાના રૂમમાં જવા લાગી. મિશાના પપ્પા અશ્વિનભાઈ કોઠારી હોલમાં જ બેસીને પેપર વાંચી રહ્યા હતાં. મિશાને આવીને તરત જ રૂમ તરફ જતાં જોઈ તેમણે બૂમ પાડી, "મિશા, ક્યાં ચાલી આટલી ફટાફટ? એ પણ પપ્પાને