ઔરોં મેં કહાં દમ થા

  • 1.8k
  • 2
  • 700

 ઔરોં મેં કહાં દમ થા- રાકેશ ઠક્કર       અજય દેવગનની નવી ફિલ્મ ‘ઔરોં મેં કહાં દમ થા’ (2024) અક્ષયકુમારની ‘સરફિરા’ ને સારી કહેવડાવે એવી છે. અક્ષયકુમાર સાથે ‘સ્પેશ્યલ 26’ જેવી ફિલ્મ આપનાર નિર્દેશક નીરજ પાંડે પાસે ‘ઔરોં મેં કહાં દમ થા’ જેવી ફિલ્મની આશા ન હતી. વાર્તા, પટકથા, ગીત કે સંગીતમાં પણ કોઈ દમ નથી. વારંવાર આવતા ગીતો ધીમી ચાલતી વાર્તામાં કંટાળો આપે છે.         ફિલ્મમાં કૃષ્ણા અને વસુધાની પ્રેમકહાની છે. બંને એકબીજાને હદથી વધારે પ્રેમ કરે છે. વિયોગની વાતથી થથરી જાય છે. પણ અચાનક એમના જીવનમાં એક ભૂકંપ આવે છે. વસુધા સાથે લગ્ન કરવાનું સપનું જોતાં કૃષ્ણાને એક ગુનામાં 25 વર્ષની સજા થઈ જાય છે. જેને જેલ કયા ગુનામાં થાય છે અને એની એ