ભીતરમન - 8

  • 1.7k
  • 3
  • 1.3k

હું નનકા અને તેજાની રાહ જોતો બેઠો હતો. મારી નજર એ શેરી તરફ જતા રસ્તે જ હતી. મનમાં એમ જ થયા કરતુ હતું કે, હમણાં બંને આવશે! પણ મારું એમ વિચારવું ખોટું ઠર્યું જયારે મેં ફક્ત તેજાને જ ત્યાંથી આવતા જોયો! આજે ફરી કંઈક અમંગળ જ થયું હશે એ ડર મને સતાવવા લાગ્યો હતો. હવે શું બીના બની છે એ જાણવા મળે તો મારા મનને શાતા મળે.તેજો અમારા બધાની સાથે જોડાઈ ગયો હતો. મને આંખના ઈશારે વાત પછી કરવાની સૂચના એણે આપી દીધી હતી. મેં પણ એને મૂક સહમતી આપી દીધી હતી.આજે અગીયારસની રાત્રી હોય લોકોએ મંદિરે ભજનનું આયોજન કરેલું