અ - પૂર્ણતા - ભાગ 36

  • 1.7k
  • 2
  • 1.1k

વિકી અને રેના હોલમાં પહોંચ્યા તો પાર્ટી પૂરી થવામાં હતી. સમય ક્યાં પસાર થઈ ગયો બેમાંથી એકેયને ખબર ન રહી. રેનાના આવતાં જ હેપ્પી ખિજાઈ ગઈ.          "આટલી સરસ પાર્ટી છોડી ક્યાં ભાગી ગઈ હતી? એક તો મિશા પણ જતી રહી, આ નમૂનો પણ ક્યાંક ગાયબ હતો." વિકી તરફ જોઇ એ બોલી.         હેપ્પીના પ્રશ્નને અવગણી રેનાએ પૂછ્યું, "કેમ મિશાને શું થયું તો એ જતી રહી?"         "હવે એ નથી ખબર મને. તું એ છોડ, મને એ કે તું ક્યાં ગઈ હતી?" હેપ્પી જાણે લડી લેવાના મૂડમાં હતી.         "અરે, શાંત થઈ