હું ઝુમરીના જવાબની પ્રતીક્ષા કરતો સમય પસાર કરવા લાગ્યો હતો. એક એક ક્ષણ મારી ખુબ બેચેનીમાં વીતી રહી હતી. મન અતિ વ્યાકુળ રહેતું હતું છતાં મનમાં રહેતો ગુસ્સો કોસો દૂર જતો રહ્યો હતો. બીડી ફૂંકી ધુમાડો કરી સુંદર વાતાવરણને પ્રદુષિત થતું મેં બંધ કરી દીધું હતું. મારુ મન ચિંતિત અવશ્ય હતું, છતાં એ ખાતરી મારા ભીતરમનને હતી જ કે, ઝુમરી મને પણ એના હૈયે સ્થાન આપી ચુકી છે. એ સમાજ સામે રહી મારો સ્વીકાર કરવાની હિંમત ક્યારે દાખવે છે એ ક્ષણની જ રાહમાં મારુ મન તડપી રહ્યું હતું.પ્રેમની એકતરફી કબુલાતની પણ મજા કંઈક અલગ જ હોય છે. હું એ મજા