કાંતા ધ ક્લીનર - 30

  • 1.6k
  • 1
  • 1k

30."કાયદાની રીતે કહું તો હું આ  બધા આરોપો નકારું છું. મેં મિ.અગ્રવાલની હત્યા કરી નથી, મેં તેમને ડ્રગ આપી નથી અને મારી પાસે કોઈ ડ્રગ નથી." કાંતાએ કહ્યું."ઉપરથી કહીશ કે બેબુનિયાદ આરોપો ટીવી પર વહેતા થયા એમાં આઘાત થી મારી માતાનું મૃત્યુ થયું." તેણે ઉમેર્યું."મેં તને ચેતવેલી કે ખોટું બોલતી નહીં કે છુપાવતી નહીં. તેં તારા અને સરિતાના સંબંધોની વાત છુપાવી. ખુદ સરિતાએ અમને કહ્યું કે કામ પૂરું કર્યા પછી પણ તું એમના સ્યુટ પાસે આંટા માર્યા કરતી, તેમની સાથે પરાણે અંગત વાતો કરતી.  એમણે જ કહ્યું કે તેં અગ્રવાલના વોલેટ માંથી પૈસા  લીધા છે.""પૈસા લેવા અને સામેથી આપવા એ