ઘોંઘાટમાં શુકુન

  • 1.5k
  • 672

અમદાવાદના સંધ્યાકાળના આકાશ નીચે, શાંત સાબરમતી રિવરફ્રન્ટ શહેરની રોશનીથી ઝગમગી ઉઠ્યું હતું. નદીની હળવી લહેરો ખળભળાટ મચાવતા શહેરી જીવનના અવાજોનું કોઈ બેકગ્રાઉન્ડ મ્યુઝિક હોઈ એવો સુખદ અનુભવ આપી રહ્યું હતું. પાણીના કિનારે રિવરફ્રન્ટની બેંચ પર, એક સ્ત્રી બેઠી, તેના વિચારોમાં ખોવાયેલી હતી. તેનું નામ મીરા હતું. તેના જીવનની ઉથલપાથલમાંથી આશ્વાસન મેળવવા માટે થોડા સમયથી અવારનવાર અહીં આવતી રહેતી. જ્યારે મીરાંએ લહેરાતા પાણી તરફ જોયું, તો તેની ડાબી તરફ તેને અટલ બ્રિજ માં ચમકતી લાઇટિંગનો નજારો દેખાતો હતો તેને એકીટસે જોતી રહી. અને ત્યારે એક મોટરસાઇકલના નરમ અવાજે તેનું ધ્યાન ભંગ કરી નાખ્યું. એક માણસે તેની બરોબર નજીક તેનું બાઇક પાર્ક