ભીતરમન - 6

  • 2k
  • 1
  • 1.4k

નવા દિવસનો સૂર્યોદય અનેક ઈચ્છાઓને વેગ આપતો મારામાં એક નવી જ તાજગી સાથે આવ્યો હતો. જેમ સૂર્યની હાજરી અંધકારને દૂર કરે છે, એમ ઝુમરી મારા અંધકારને દૂર કરવા જીવનમાં પ્રવેસી હોય એવું મને આજે લાગી રહ્યું હતું. ખરેખર પ્રેમ શું એ હું જાણતો જ નહોતો. મિત્રો વાત કરતા તો હંમેશા હું મજાકમાં જ એમની લાગણીને લેતો હતો. ઝુમરીને મળ્યા બાદ એ અહેસાસ, એ સ્પર્શ, એ ક્ષણ બધું જ અચાનક મારુ જીવન બની ગયું હતું. પ્રભુની મને પરવાનગી મળી હોય એમ એ સાપનું ત્યાંથી નીકળવું મને આશીર્વાદરૂપ લાગ્યુ હતું, આથી આવુ વિચારી હું ખુદને ભાગ્યશાળી સમજવા લાગ્યો હતો. જીવન એકદમ ગમવા