કાંતા ધ ક્લીનર - 29

  • 1.5k
  • 2
  • 984

29.કાંતા હોટેલ ટુરિસ્ટ હેવનનો મુખ્ય દાદર સાફ કરી રહી હતી. બધાં પગથિયાં  સાફ કરી તેણે લાલ કાર્પેટ પર વેક્યુમ ક્લીનર ફેરવ્યું. દાદરનો કઠોડો  પોલિશ કરી રહી. ઓચિંતા એ કઠોડા ફરતે શોભા માટે વીંટળાયેલા સોનેરી સર્પો તેની તરફ ફૂંફાડો  મારી રહ્યા. એકની જીભ  લબકારા મારતી હતી. એકની ડોક ઊંચી થઈ ઉછળવાનું કરતી હતી. તેનું મોં બદલાઈને સ્ત્રીનું થઈ ગયું. મોના મેથ્યુ! તે તરત  થોડી ઉપર  જતી રહી. બીજો સર્પ સળવળ્યો.  એની આંખો નીલી લાગી. આ તો વિકાસ! તેને લૂંટીને ભાગી ગયેલો. એ ફરી નીચે ભાગવા લાગી. પોતાનાં કપડાંથી ઝાપટ મારી તો એક સર્પ તેને હાથે વીંટળાઈને ફૂંફાડા મારી રહ્યો. અરે! જીવણ.