મારી અને તેની પહેલી મુલાકાત - પાર્ટ 4

  • 2.2k
  • 1
  • 1.1k

થોડાક દિવસ પછી ની વાત છે.રાજકોટના ધોધમાર વરસાદમાં, શહેરની એક આર્ટ ગેલેરીમાં આરટિસ્ટ નિકી દાવડાના નવા પ્રદર્શનીનું ઉદ્ઘાટન થતું હતું. આર્ટના શોખીનો અને ઉદ્યોગપતિઓથી ભરેલી આ ગેલેરીમાં ચિરાગ ઠક્કર પણ હાજર હતો."આ પેઇન્ટિંગમાં એક અનોખી સુંદરતા છે," ચિરાગએ ચિત્ર સામે ઊભા રહીને કહ્યુ.નિકી, જે તે સમયે નજીકથી પસાર થઈ રહી હતી, તેની વાત સાંભળી મલકાઈ. "આ પેઇન્ટિંગ મારા હૃદયની વાત કરે છે," નિકીએ જવાબ આપ્યો."તમારો હૃદય એટલો સુંદર છે તો, તમને જાણવા માટે મને ઉત્સુકતા છે," ચિરાગએ મજાકમાં કહ્યું. નિકીની આંખોમાં ચમક આવી."તો ચાલો, તમારી ઉત્સુકતા સંતોષો," નિકીએ હસતાં જવાબ આપ્યો.ગેલેરીની એ મુલાકાત પછી, ચિરાગ અને નિકી ઘણીવાર મળતાં રહ્યા.