ભાગવત રહસ્ય-૧૪૨ જડભરતજીએ –રાજા રહૂગણને તત્વજ્ઞાનનો ઉપદેશ કર્યો.અને પછી ભવાટવીનું વર્ણન કર્યું.જ્ઞાન અને ભક્તિને દૃઢ કરવા વૈરાગ્યની જરૂર છે. વૈરાગ્યનો ઉપદેશ આપવા ભવાટવીનું વર્ણન કર્યું છે.એક એક ઈન્દ્રીય આત્માનું વિવેકરૂપી ધન લુટે છે, છ ગઠિયાઓ સમજાવે છે-કે સંસાર બહુ મીઠો છે.ભવાટવીના રસ્તે તેને હંસોનું ટોળું મળે છે.(હંસોનું ટોળું એ પરમહંસોનું ટોળું છે) પણ હંસોના ટોળામાં તેને ગમતું નથી. હંસોના ટોળાને છોડી તે વાનરના ટોળા માં આવે છે. તે ટોળામાં તેને ગમે છે.વાનરો જેવું સ્વેચ્છાચારી જીવન તેને ગમે છે. સંસારનું સુખ તુચ્છ છે-એવી જેને ખાતરી થઇ ગઈ છે-એવા કોઈ સદગુરુ મળે તો ભવાટવીમાંથી બહાર કાઢે. ટૂંકમાં-આ સંસારમાર્ગ દારુણ,દુર્ગમ અને ભયંકર