અ - પૂર્ણતા - ભાગ 33

  • 1.9k
  • 2
  • 1.3k

"હેપ્પી, હું બધું કરીશ તારા માટે પણ એક વસ્તુ નહિ કરી શકું?" "શું?" "હું તને ઊંચકી નહિ શકું." પરમે થોડું મોઢું રડમસ બનાવ્યું. "હા, તો કઈ નહિ, હું તને ઊંચકી લઈશ." એમ કહી હેપ્પીએ જ પરમને ઊંચકી લીધો. "એવું ક્યાં લખ્યું છે કે છોકરો જ છોકરીને પોતાની બાંહોમાં ઊંચકે એમ હે? છોકરી મારી જેવી ખમતીધર હોય તો એ પણ ઊંચકી લે." આ જોઈ ફરી બધાએ ચિચિયારી પાડી. હેપ્પીએ પરમને નીચે ઉતાર્યો. પરમે હેપ્પીનો હાથ પકડ્યો અને જે લોકોએ હેપ્પીની મજાક કરી હતી તેમની તરફ જોઈ બોલ્યો, "પ્રેમ કોઈના શરીર સાથે નહિ, મન સાથે થતો હોય છે. હેપ્પીનું મન સુંદર છે.