અ - પૂર્ણતા - ભાગ 32

  • 2k
  • 2
  • 1.5k

રેનાના લગ્ન માટેના વિચારો જાણવા માટે વિકી ઉતાવળો થઈ ગયો એટલે તે વચ્ચે જ બોલી પડ્યો. રેનાએ સામે એક સ્મિત આપ્યું અને બોલવાનું શરુ કર્યું. "જે લોકો લવ મેરેજ કરે છે એ લોકો એવું વિચારે છે કે ભવિષ્યમાં કઈ પણ તકલીફ પડે તો એના માટે જવાબદાર પોતે જ રહેશે પોતાના મા બાપ નહિ. આવું હમણાં મિશાએ જ કહ્યું. એક રીતે સાચું પણ છે. જો કે ભવિષ્યમાં કઈ પણ તકલીફ થઈ અને ત્યારે મા બાપની જરૂર પડી તો મા બાપ મદદ જરૂર કરશે પણ એકવાર કહેશે પણ ખરા કે આ તો તારી પસંદ હતી, હવે તારે ભોગવ્યે જ છૂટકો." બધા રસપૂર્વક