કાંતા ધ ક્લીનર - 28

  • 1.4k
  • 1
  • 942

28.કાંતા પોલીસ સ્ટેશનથી બહાર નીકળી પણ તેના પગ માંડ ઉપડતા હતા. પોલીસો દ્વારા તેને જે ચેતવણી આપી તેના પર આખો રસ્તો તે વિચાર કરતી રહી. વળી હવે નોકરી તો ન હતી. બીજે ગોતવી પડશે? તેના પેટમાં સખત બળતરા થતી હતી. કદાચ કાલ રાત પછી, સવારે બનાવીને પીધેલી ચા સિવાય કશું ગયું ન હતું એટલે. પણ વધુ તો પોતે જે છુપાવી રહી છે અને પોલીસોને તેની ગંધ આવી ગઈ છે તે વિચારે. ખોટું તો છે પણ જેણે વખતોવખત પોતાને પૈસા આપી ઉપકાર કરેલો એ સરિતાદીદીની જાણકારી પોલીસને કેમ આપી દેવાય?તેણે રસ્તામાં કોઈ લારીમાંથી બે કેળાં લઈને ખાઈ લીધાં. આટલામાં પણ તેને