મારા અનુભવો - ભાગ 4

  • 1.8k
  • 962

ધારાવાહિક:- મારા અનુભવો ભાગ:- 4 શિર્ષક:- પ્રથમ પ્રવચન લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ રજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… પ્રકરણઃ…4 સ્વામી શ્રીસચ્ચિદાનંદજી. “પ્રથમ પ્રવચન” જેને ચિરસ્મરણીય અનુભવો કરવા હોય, તેણે હિંમતપૂર્વક સાહસ કરવું. ઘરના કે ગામના ખૂણામાં આખી જિંદગી સબડનાર અને અંતે કફના લોચા કાઢતાં કાઢતાં પગ ઘસી ઘસીને મરી જનારને જીવનના રોમહર્ષણ અનુભવો નથી થતા હોતા. ખાધું-પીધું અને રાજ કર્યું. જેવું ભલેને રાજમહેલનું જ જીવન હોય પણ ખાવાપીવાની સલામતીની દૃષ્ટિવાળું જીવન હોય તો તે હજાર વર્ષનું લાંબું જીવન હોય તોપણ અર્થહીન છે. પ્રબળ લક્ષ્યની પ્રાપ્તિ માટે જીવનને કઠોરમાં કઠોર માર્ગ ઉપર પટકી દેનાર કાં તો ફના થઈ જાય