એક હતો રાજા સોનેરી ચક્લી - ભાગ 4

  • 2.2k
  • 1
  • 1.1k

એક હતો રાજા સોનેરી ચકલી=4 (વહાલા બાળ મિત્રો.અમિષા અને રુપશા નામની પરી બહેનો પૃથ્વી લોકમા આવીને એક સુમ સામ જગ્યાએ ખાડો ખોદવા લાગે છે શા માટે? જાણો છો? નહી ને?તો વાંચો આગળ.) "આ જગ્યા બરાબર લાગે છે." અમિષાએ કહ્યુ. "હા બહેન.અને અહી કોઈ આવતુ જતુ પણ નથી લાગતુ."રુપશાએ અમિષાના સુર મા સૂર પુરાવ્યો.અને અમિષા જમીનમા ખાડો ખોદવા લાગી.રુપશાએ કહ્યુ. "બેન.તે કહ્યુ તો હતુ પણ મને ખાસ સમજાયુ ન હતુ.કે આ બીજ છે શેનુ?અને તને મળ્યુ કયાંથી?" "ઠીક છે તો ધ્યાન થી સાંભળ."અને અમિષાએ વાત માંડી. "ઈન્દ્ર લોકનો ગંધર્વ હુહુ શિવ લોક થી આવી રહ્યો હતો.અને થાકી જવાના કારણે પરિસ્તાન મા