ભીતરમન - 3

(13)
  • 2.5k
  • 1
  • 1.8k

હું ઝુમરીના વિચારોમાં મગ્ન હતો અને બાપુએ મારી વિચારોની દુનિયાને છંછેડતાં હોય એમ સાદ આપતા કહ્યું, "વિવેક તે આરામ કરી લીધો હોય તો આવ હેઠો, ઘરે જવાનું ટાણું થઈ ગયું છે.""હા બાપુ!" બોલતા જ હું નીચે આવી ગયો હતો.મારે બાપુ સાથે કામ પૂરતી જ વાત થતી હતી. બાપુ થોડા ગરમ મિજાજના અને એમની વાણીમાં થોડી સ્વમાની સ્વભાવની ઝલક દેખાતી એજ સ્વભાવ મને વારસામાં મળ્યો હતો.હું નીચે ઉતર્યો કે બાપુએ એમના ગુસ્સાથી મને પોંખી લીધો હતો. હમેંશા એવું જ થતું બાપુ ક્યારેય મને મારો ખુલાસો આપવાની તક આપતા જ નહીં. એનું પરિણામ એ આવ્યું કે મારા અને બાપુ વચ્ચે એક વાળ