ભાગવત રહસ્ય - 140

ભાગવત રહસ્ય-૧૪૦            જડભરતજી માને છે-કે મારે પ્રારબ્ધ પૂરું કરવું છે.શરીર જ્યાં લઇ જાય ત્યાં જવું છે. ફરતાં ફરતાં –ગંડકી નદીનો કિનારો છોડી ઇક્ષુમતિ નદીના કિનારે આવ્યા છે.તે સમયે સિંધુ દેશનો રાજા રહૂગણ –પાલખીમાં બેસી કપિલમુનિ પાસે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવા જતો હતો.ચાર ભોઈઓએ પાલખી ઊંચકી છે.જલપાન કરવા રસ્તામાં મુકામ કર્યો છે. તેવામાં ચારમાંથી એક નાસી ગયો. રાજાએ કહ્યું-જે કોઈ મળે તેણે પકડી લાવો.   નદીકિનારે ભરતજી ફરતા હતા. સેવકોએ તેમને જોયા.વિચાર્યું-કે આ તગડો માણસ કામ લાગશે. એટલે તેમને પકડી લાવ્યા.માલિકની જેવી ઈચ્છા.સમજી ભરતજીએ પાલખી ઉપાડી છે.રસ્તામાં કીડી દેખાય તો કીડીને બચાવવા ભરતજી કૂદકો મારે છે.અને એટલે પાલખીનો ઉપરનો દાંડો