અ - પૂર્ણતા - ભાગ 30

  • 2.1k
  • 2
  • 1.3k

પરમની વાતોએ રેનાને એક હૂંફ આપી દીધી અને કોઈ પણ નિર્ણય લેવા માટે તેણે પોતાની જાતને તૈયાર કરી લીધી. બીજે દિવસે કોલેજ જઈ તેણે વિકીના મનમાં શું છે અને તેના વિચારો કેવા છે એ જાણવાનું નક્કી કર્યું. પરમ રેનાના ચહેરા પર આવેલી ચમક જોઈ રહ્યો. સાથે સાથે બે વર્ષ પહેલા બનેલી ઘટના પણ તેના દિમાગ પર છવાઈ ગઈ. બે વર્ષ પહેલા રેનાની જ્યારે કોલેજ હજુ ચાલુ જ થઈ હતી ત્યારની વાત છે. એક દિવસ રેના અને હેપ્પી કૉલેજથી ઘરે આવ્યા તો ઘરનું વાતાવરણ એકદમ ગંભીર હતું. રોજ મસ્તી મજાક કરતી હેપ્પી પણ ઘરનું વાતાવરણ જોઈ ચૂપ જ રહી. રેનાના પપ્પા