મમતા - ભાગ 105 - 106

  • 982
  • 538

️️️️️️️️મમતા :૨ ભાગ :૧૦૫(મોક્ષા મુંબઈ જાય છે.અને મંત્ર તેની મીઠડીને મળવાં. તો હવે શું થશે આગળ......) સવાર સવારમાં સાધનાબા બેઠા હતાં. મોક્ષા ગીતાનો અધ્યાય વાંચતી હતી. પ્રેમ અને પરી કોલેજ જવા નીકળ્યાં. મોક્ષા આ વખતે નિરાંતે સાધનાબા સાથે રોકાવવાની હતી. સાધનાબા હવે સમય જતાં થોડાં સ્વસ્થ થયાં હતાં. તેમાં વળી મોક્ષા આવતાં તેને જાણે આધાર મળી ગયો.સાધનાબા :" કોણે કહ્યું કે લોહીનાં સંબંધો જ સાચાં હોય ! તારે અને મારે કોઈ એવાં સંબંધો નથી છતાં પણ હંમેશા તું દુઃખમાં મારી પડખે આવીને ઉભી છે. "મોક્ષા :" કેમ ? તમે મારા મા નથી ? હું તમને મા માનું છું અને તમે