ભીતરમન - 2

(17)
  • 2.9k
  • 1
  • 2.2k

હું મારા વિચારોમાં મગ્ન બારીની બહાર જોઈ રહ્યો હતો. ગામની હદ પુરી થવા આવી હતી, એ સાથે જ જાણે ઝુમરી સાથેનો સંબંધ પણ.. મારુ મન તો ઝુમરીનો જ જીવનભરનો સંગાથ ઇચ્છતું હતું. મન મારીને કેમ હું બીજાને મારા જીવનમાં આવકાર આપું? અમારી ગાડી હજુ પાકા રસ્તા પર ચડી નહોતી, આથી આગળનો સ્વચ્છ રસ્તો ઝડપભેર ચાલતી ગાડીના લીધે, ગાડી પસાર થયા બાદ સર્વત્ર ધૂળિયું વાતાવરણ બનતું જતું હતું, જેથી સાઈડ ગ્લાસની સપાટી પર ધૂળની છારી બાજી ગઈ હતી, અને એ જ ગ્લાસ માંથી ઝાંખી પ્રતિભા ઉપજાવતો એક ગોવાળીયો ગાયોને સીમમાં લઈ જતો દેખાયો અને એ દ્રશ્ય મને ઝુમરીની યાદમાં ખેંચી ગયું