હિમાચલનો પ્રવાસ - 13

  • 1.1k
  • 444

હિમાચલનો પ્રવાસ - 13 (અંજની મહાદેવની પગદંડીએ)તારીખ : 11, ડિસેમ્બર 2022અગાઉના ખંડમાં અમે સુંદર વનરાજી વચ્ચે રમણીય જોગીની ધોધની ધારાઓ જોઈ અને ત્યાંથી સોલાંગ વેલી પહોંચ્યા. હવે આગળ...સોલંગવેલીનું જે મેદાન આવે એના પહેલાજ અંજની મહાદેવ જવા માટેની ટ્રેક શરૂ થાય છે. ત્યાં એક ગેટ જેવું બનાવેલ છે જેની ઉપર અર્ધ વર્તુળબોર્ડ મારેલ છે એની ઉપર શ્રી શ્રી સંત શીરોમણી પ્રકાશપુરીજી મહારાજનું નામ લખેલ છે. એ જોતાં એવું લાગે છે કે ત્યાં તેઓનું પણ કોઈ સંસ્થાન હશે. અહીં થી અમે ભોલેબાબા અને બજરંગબલીની જય બોલી અમારી પદયાત્રાનો પ્રારંભ કર્યો. અહીં થી લગભગ 2.5 થી ત્રણ કિલોમીટરના અંતરે આ પવિત્ર સ્થળ આવેલુ