પ્રેમનું પુનર્જીવન

  • 998
  • 386

પ્રેમનું પુનર્જીવન ‌"યાર રજત,જીંદગીમાં બહુ મોટી ભૂલ કરી છે મેં.શરાબના રવાડે ચડીને સાવ નાહકના મેં મયુરીને છુટાછેડા આપી દીધા." ગમગીન ચહેરે શ્રીકાર પોતાના મિત્ર રજત આગળ પસ્તાવો વહાવી રહ્યો હતો. "તારી એકલાની ભૂલ નથી શ્રીકાર.મયુરીભાભીનો જીદ્દી સ્વાભાવ પણ એમાં નિમિત્ત બન્યો છે.ખેર,હવે પસ્તાવો કર્યે શું વળવાનું છે.જે થવાનું હતું તે થઈ ગયું શ્રીકાર.મયુરીભાભી થોડાં હવે પાછાં આવવાનાં છે? હવે તો કોઈ સારું પાત્ર શોધીને પરણી જા શ્રીકાર."- રજત સમજાવટની ભાષામાં શ્રીકારને કહી રહ્યો હતો. ‌‌. "ના દોસ્ત!આ હ્રદય મયુરીને ભૂલવા તૈયાર જ નથી.એમાંય શરાબ છોડ્યા પછી તો દીકરી તિથિની સાથે મયુરીની પણ બહુ જ યાદ આવે છે.ભલે શરાબના નશામાં મેં