શ્રાપિત પ્રેમ - 13

  • 1.8k
  • 1.1k

" રાધા તું અત્યારે શું કરી રહી છે?"રાધા તેના ભૂતકાળના વિચારોમાં હતી ત્યારે અલ્કા મેડમના અવાજથી તેનું ધ્યાન તૂટ્યું. રાધા તેના વિચારોમાં એટલી અટવાઈ ગઈ હતી કે તેને સમયનું ભાન જ ન રહ્યું. તેણે જોયું તો જેલના સળિયા પાસે જ અલ્કા મેડમ ઊભા હતા અને તે રાધા ના તરફ જોઈ રહ્યા હતા." મેડમ મને નીંદર આવતી ન હતી તો મનમાં થયું કે થોડું વાંચી લઉં."રાધા જેલના સળિયા થી થોડી દૂર હતી એટલે તે ઊભી થઈ અને અલ્કા મેડમના પાસે આવીને ઊભી રહી ગઈ, જેનાથી બંનેના વાતચીત થી બાકી લોકોને નીંદર ન ઉડી જાય." અરે પણ અંદર કેટલું અંધારું છે, તને