ભાગવત રહસ્ય - 137

ભાગવત રહસ્ય-૧૩૭   ભરતજીએ પહેલાં ઠાકોરજીની પ્રત્યક્ષ સેવા બહુ કરેલી, પણ હવે વનમાં તે માનસી સેવા કરે છે.શરીર કરતાં યે વધુ પાપ મનથી થાય છે.એટલે મનથી માનસી સેવા-માનસી ધ્યાન –એ સહેલું નથી.ભટકતા –પાપ કરતા- મનને -ઈશ્વરની માનસીસેવામાં પ્રવૃત્ત કરી –ઈશ્વરમાં તન્મય કરવાથી -મન ધીરે ધીરે શુદ્ધ થાય છે.   એક વખત એક વાણિયો ગુંસાઈજી પાસે ગયો. જઈને કહ્યું-બાપજી,લાલાજીની સેવા કરવા હું તૈયાર છું-પણ કાંઇ ખર્ચ કર્યા વગર સેવા થાય એવું કંઈક બતાવો –એવી સેવા બતાવો કે એક પાઈનું ખર્ચ ન થાય.ગુંસાઈજીએ તેને માનસી સેવા બતાવી અને કહ્યું-તું માનસી સેવા કર, હું ભગવાનને સ્નાન કરવું છું, વસ્ત્ર પહેરાવું છું,ભોગ ધરાવું છું-ભગવાન