ભાગવત રહસ્ય-૧૩૬ ભરતજી વિચારે છે-સંસારનું સુખ મેં અનેક વર્ષ ભોગવ્યું. હવે વિવેકથી તેનો ત્યાગ કરીશ. જુવાનીમાં જ તેમણે સંસારના સુખનો બુધ્ધિપૂર્વક ત્યાગ કર્યો.બુદ્ધિપૂર્વક વિષયોનો ત્યાગ થાય- તો શાંતિ મળે છે. જબરજસ્તીથી વિષયો છોડીને જાય તો દુઃખ આપે છે.વિષયોને આપણે જાતે જ વિચારીને છોડીએ (ત્યાગ કરીએ)તો અદભૂત શાંતિ પ્રાપ્ત થાય છે.પણ ઈશ્વરની માયા વિચિત્ર છે, ભરતજીએ રાજ્ય છોડ્યું, રાણીઓ છોડી અને સર્વસ્વનો ત્યાગ કરી વનમાં આવ્યા,ત્યાં હરણબાળને મનમાં સ્થાન આપ્યું,હરણ ઉપર સ્નેહ (મોહ) થયો. હરણબાળ પર આસક્તિથી તેમના ભજનમાં ભંગ થયો.અને મૃગયોનિમાં જન્મ લેવો પડ્યો. ભરતજીના મનમાં હરણ સાથે આસક્તિ થઇ –અને તે વાસના(સંકલ્પ) પુનર્જન્મનું કારણ બની. જગતના કોઈ