ભાગવત રહસ્ય - 134

  • 322
  • 108

ભાગવત રહસ્ય-૧૩૪     પરીક્ષિત રાજા આરંભમાં પ્રશ્ન કરે છે-મનુ મહારાજના પુત્ર પ્રિયવ્રત રાજાને લગ્ન કરવાની ઈચ્છા ન હતી તેમ છતાં તેમણે લગ્ન કેમ કર્યું ? ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં-તેમને કેવી રીતે શ્રીકૃષ્ણમાં દૃઢ ભક્તિ થઇ ? શુકદેવજી કહે છે-ગૃહસ્થને ઘરમાં વિષમતા કરવી પડે છે.શત્રુ,મિત્ર,ચોર,શેઠ –સર્વમાં સમભાવ રાખવો અઘરો હોય છે.ગૃહસ્થ સર્વમાં સમભાવ રાખી શકતો નથી. (ભક્તિમાં –સર્વમાં સમભાવ રાખવાની શર્ત –પહેલી છે)   શ્રીકૃષ્ણ એક આદર્શ ગૃહસ્થાશ્રમી છે. તેમના જેવો ગૃહસ્થાશ્રમ હોવો જોઈએ.શ્રીકૃષ્ણને આંગણે એક વખત દુર્યોધન મદદ લેવા આવ્યો. અગાઉ તેણે શ્રીકૃષ્ણનું અપમાન કર્યું છે,છતાં નફ્ફટ થઇ આવ્યો છે. શ્રીકૃષ્ણ એ વખતે સૂતેલા હતા, એટલે અક્કડમાં શ્રીકૃષ્ણ ના મસ્તક