ભાગવત રહસ્ય - 124

  • 468
  • 202

ભાગવત રહસ્ય-૧૨૪   બે માતાઓના આશીર્વાદ લઇ –માત્ર-પાંચ વર્ષનો ધ્રુવ વનમાં જાય છે. જરા વિચાર કરો-પાંચ વર્ષના બાળકના મનની શી સ્થિતિ હશે ? ધ્રુવ વિચાર કરતા જાય છે-વનમાં તો વાઘ વરુ હશે-કોઈ મને મારશે તો નહિ ને ?પણ ના-ના- હું એકલો નથી, માએ મને કહ્યું છે-કે નારાયણ મારી સાથે છે.   આજ કાલ કેટલાંક ઘર છોડે છે-પણ ઘરમાં ઝગડો થાય એટલે ઘર છોડે છે. બાવા બને છે. આવા બાવાના બે-ય- બગડે છે.ઝગડો કરી-ઘર છોડીને સંત(ગુરુ) ખોળે છે...તેને સંત ક્યાંથી મળે ? સર્વને વંદન કરી-સર્વ માં સદભાવ રાખી ઘર છોડે-તેને સંત મળે.   આ બાજુ વૈકુંઠ લોકમાં નારાયણને ખબર પડી છે.