ભાગવત રહસ્ય-૧૨૨ રાજા ઉત્તાનપાદે –અણમાનીતી રાણી સુનીતિનો ત્યાગ કર્યો છે. સુનીતિના પુત્ર-ધ્રુવજી ચાર-પાંચ વર્ષના થયા છે, એક દિવસ મા ને પૂછે છે-મારા પિતાજી ક્યાં છે ? મા નું હૃદય ભરાયું, આજ સુધી છુપાવ્યું –કે તારા પિતાજીએ મારો ત્યાગ કર્યો છે. પણ આજે કહી દે છે-કે-સામે જે રાજમહેલ છે-તેમાં તારા પિતા રહે છે. ધ્રુવ પિતાને મળવા દોડ્યા છે. ઉત્તાનપાદ રાજા સોનાના સિંહાસન પર બેઠા છે, સુરુચિ શૃંગાર કરીને પાસે બેઠી છે, અને તેનો પુત્ર ઉત્તમ રાજાના ખોળામાં બેઠો છે.રાજા,ઉત્તમને ખોળામાં બેસાડી લાડ કરતા હતા.ધ્રુવે જઈ કહ્યું-પિતાજી મને પણ ખોળામાં લો.પ્રત્યેક –બાળકમાં- જ્યાં સુધી વિકાર-વાસના ના હોય ત્યાં સુધી એ