ભાગવત રહસ્ય - 117

  • 460
  • 172

ભાગવત રહસ્ય-૧૧૭   જગતમાં શિવજી જેવો કોઈ ઉદાર થયો નથી. અને થવાનો નથી. એક વખત એક ચોર શિવમંદિરમાં ચોરી કરવા આવ્યો. શિવાલયમાં હોય શું ? આમ તેમ નજર કરતાં –ઉપર નજર કરી તો તાંબાની જળાધારી દેખાણી.તેણે વિચાર્યું કે –આ લઇ જાઉં.તેના પચીસ –પચાસ આવશે. જળાધારી બહુ ઉંચી હતી, એટલે જળાધારી ઉતારવા શિવલિંગ પર પગ મુક્યો- પગ મૂકતાં જ શિવજી પ્રગટ થાય. ચોર ગભરાણો. મને મારશે કે શું ?   ત્યાં શિવજીએ કહ્યું-માગ-માગ. ચોર કહે છે-મેં એવું તે શું પુણ્ય કર્યું છે કે આપ પ્રસન્ન થયા છો? શિવજી કહે છે-કોઈ મને ફૂલ ચઢાવે-કોઈ જળ ચઢાવે પણ તે તો આખી તારી જાત