ભાગવત રહસ્ય - 111

  • 664
  • 380

ભાગવત રહસ્ય-૧૧૧   પશુ-પક્ષીની યોનિમાં અનેક પ્રકારના દુઃખ ભોગવી,તેનું પાપ-અને પુણ્ય –જો સરખું થાય તો તે ચન્દ્રલોકમાં જાય છે.ત્યાંથી સૂક્ષ્મ જીવ –વાદળમાં વર્ષા-રૂપે આવે છે. વરસાદ પૃથ્વી પર પડે છે. ને તે અન્નમાં દાખલ થાય છે.અન્નમાંથી વીર્ય થાય છે. અને જીવ મનુષ્ય યોનિમાં આવે છે.(આ બિલકુલ સીધીસાદી ભાષામાં વર્ણન છે-જેના પર વિચાર કરવામાં આવે તો-ઘણું બધું સમજવામાં આવી શકે !!!)   (ભાગવતમાં ગર્ભ-અવસ્થાનું લંબાણથી વર્ણન –અદભૂત છે,જેનું સાદી રીતે-નીચે મુજબ વર્ણન કર્યું છે) જે દિવસે ગર્ભ રહે છે-તે દિવસે પાણીના પરપોટા જેવો સૂક્ષ્મ હોય છે. દસ દિવસમાં તે ફળ જેવડો મોટો થાય છે. માના શરીરની જે નાડીમાં થી અન્ન રસ