કવિ કોલક

  • 3.4k
  • 426

ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની આપણાં ગુજરાતમાં અનેક કવિઓ અને લેખકો થઈ ગયા. એમાંના ઘણાં ખૂબ જ પ્રસિદ્ધિ પામ્યા, અને કેટલાંક સફળ હોવાં છતાં ક્યાંક ખોવાઈ ગયા. આજે આવા જ એક પ્રસિધ્ધ પરંતુ ભૂલાઈ ગયેલા એક ગુજરાતી લેખક અને કવિ વિશે માહિતિ આપવા જઈ રહી છું. આ કવિ એટલે કવિ કોલક. તેમનું મૂળ નામ મગનભાઈ લાલભાઈ દેસાઈ હતું. તેમનો જન્મ તારીખ 30 મે 1914નાં રોજ પારડી તાલુકાનાં સોનવાડા મુકામે થયો હતો. તેઓ ગુજરાતી કવિ અને નવલકથાકાર હતા. તેઓ મૂળ દિહેણનાં વતની હતા. તેઓની જ્ઞાતિ અનાવિલ બ્રાહ્મણ. તેમની માતાનું નામ તાપીબહેન. કવિ