રાખડીની રામકહાની

  • 986
  • 398

***************** વર્ષમાં એકવાર આવતો અનોખો તહેવાર એટલે રક્ષાબંધન. કુટુંબમાં ખૂબ પ્રેમથી તેની  ઉજવણી થાય. સહુના મન પ્રફુલ્લિત થાય. અરે આજે દસ દિવસ પર થઈ ગયા, શું હજુ રાખડી ટપાલમાં મળી નથી’?રચના ચિંતા કરતી હતી. રચિત લાડલો નાનો ભાઈ ફોન ઉપર રડી રહ્યો હતો. ‘દીદી તને કહ્યું હતું તારે લગભગ ત્રણ અઠવાડિયા પહેલા મોકલવાની.’ ‘ભાઈલા મેં એક્સપ્રેસ ડિલિવરીથી મોકલી છે.' ‘તું જાણે છે ને કાલે રક્ષાબંધન છે. તું તો ન હોય તે સમજી શકાય પણ રાખડી આવી જવી જોઈએ?’ ભાઈ અને બહેનની ફોન પર રકઝક અમોલ અને આરતી સાંભળી રહ્યા હતાં. બંનેની આંખો વાત કરી રહી હતી. બાળકોનો પ્રેમ શબ્દો દ્વારા