અંધશ્રદ્ધામાં લપેટાયેલી ભારતીય પ્રજાની રુચિ વિજ્ઞાાન તરફ કઈરીતે વાળવી. આ દિશામાં સઘન કામ કરનારા કેટલાક બુદ્ધિજીવીઓમાં, કેટલાક શિક્ષકોમાં અને વિજ્ઞાાનીઓમાં પ્રોફેસર યશપાલનું નામ આગળ પડતું મૂકવું પડે. પદ્મભુષણ અને પદ્મવિભૂષણ જેવા ભારતના ઉચ્ચ સન્માન વડે સન્માનિત એવા ડો.યશપાલનો જન્મ ૨૬ નવેમ્બર ૧૯૨૬ના રોજ પંજાબના ઝાંગ પ્રાન્તમાં થયો હતો. આજે આ વિસ્તાર પાકિસ્તાનમાં આવેલો છે.. બલુચિસ્તાનના ક્વેટા શહેરમાં ઉર્દૂ માધ્યમમાં શાળાકીય અભ્યાસ શરૂ કર્યો. નવ વર્ષના હતા ત્યારે ૧૯૩૫માં ભયાનક ભૂકંપમાં તેઓ અને પરિવાર માંડ બચ્યા. પિતા સરકારી નોકરિયાત હોવાથી જબલપુરથી મધ્ય પ્રદેશ ગયા. અંગ્રેજી અને હિંદીમાં શાળાકીય શિક્ષણ આગળ ધપાવ્યું. લાહોરની પંજાબ યુનિવર્સિટીમાં ભૌતિક વિજ્ઞાાનમાં સ્નાતકનો અભ્યાસ આરંભ્યો.બે વર્ષ પૂર્ણ