ભાગવત રહસ્ય - 108

  • 538
  • 274

ભાગવત રહસ્ય-૧૦૮   એક વખત નારદજી વૈકુઠલોકમાં આવ્યા. લક્ષ્મીજીને જોયા પણ ભગવાન ન દેખાયા. શોધતાં શોધતાં છેવટે-ભગવાનને - ધ્યાનમાં બેઠેલા જોયા.નારદજી પૂછે છે-તમે કોનું ધ્યાન કરો છો ? ભગવાન કહે છે-હું મારા લાડીલા ભક્તોનું ધ્યાન કરું છું.નારદજી કહે-શું આ વૈષ્ણવો તમારાં કરતા પણ શ્રેષ્ઠ છે?કે જેથી તમે તેનું ધ્યાન કરો છો ? ભગવાન કહે કે-હા,તે મારા કરતા શ્રેષ્ઠ છે. નારદજી કહે-તે સિદ્ધ કરી આપો.   ભગવાન પૂછે છે-જગતમાં મોટામાં મોટું કોણ ? નારદજી-કહે-પૃથ્વી. ભગવાન-કહે-પૃથ્વી શાની મોટી ? પૃથ્વી તો શેષનાગના ફણા ઉપર રહેલી છે. નારદજી-તો શેષનાગ મોટા. ભગવાન-અરે-એ શેષનાગ શાના મોટા ? એ તો શંકરના હાથ નું કડુ છે. એટલે