ભાગવત રહસ્ય-૧૦૭ જ્ઞાની પુરુષો –પરમાત્માના રૂપમાં એવા મળી જાય છે કે તે પછી તે કહી શકતા નથી-કે- હું જાણું છું-કે-નથી જાણતો.ખાંડની પૂતળી સાગરની ઊંડાઈ માપવા ગઈ –તે પાછી જ આવી નહિ. પરમાત્મા સાગર જેવા વિશાળ,વ્યાપક છે.ધ્યાન કરતાં-ધ્યાન કરનારો-ધ્યેય (ઈશ્વર)માં મળી જાય છે.-તેને જ મુક્તિ કહે છે.-આ જ અદ્વૈત છે. ધ્યાન કરનારનું 'હું પણું' ભુલાય ત્યારે જીવ અને શિવ એક થાય છે. તે પછી જીવનું જીવપણું ઈશ્વરમાં મળી જાય છે. જીવનું જીવ પણું રહેતું નથી. જેમ ઈયળ-ભમરીનું ચિંતન કરતાં કરતાં ભમરી બને છે-તેમ જીવ-ઈશ્વરનું ચિંતન કરતાં કરતાં ઈશ્વરમય બને છે. જીવ-ઈશ્વરનું મિલન થયું તે પછી જીવભાવ રહેતો નથી.