ભાગવત રહસ્ય - 106

  • 328
  • 162

ભાગવત રહસ્ય-૧૦૬   કપિલ ભગવાન માતા દેવહુતિને કહે છે-કે-મા,આ સંસાર સાચો દેખાય છે-પણ તેને સાચો માનશો નહિ. જેણે આ સંસાર સાચો દેખાય છે-તે સંસારનો મોહ છોડી શકતો નથી.જેને પરમાત્મા સાચા લાગે છે તે પરમાત્માને છોડી શકતો નથી. જેને જગત સાચું લાગે છે, તે જગત સાથે પ્રીતિ કરે છે, જેને જગત મિથ્યા લાગ્યું હોય તે પરમાત્મા સાથે પ્રીતિ કરે છે.   આ,જગત સ્વપ્ન જેવું છે, આ સિદ્ધાંત વારંવાર એટલા માટે કહેવામાં આવ્યો છે કે- જગતના પદાર્થોમાં મોહ ના થાય. સંસારના વિષયોમાં પૂર્ણ વૈરાગ્ય આવે. સંસારના સુખો ભોગવવાની લાલસા હોય ત્યાં સુધી માનવું કે હું સૂતેલો છું. જાગતાને લાલો મળે છે. (એક